લખાણ પર જાઓ

જીમ કોર્બેટ

વિકિપીડિયામાંથી
જીમ કોર્બેટ
જન્મ૨૫ જુલાઇ ૧૮૭૫ Edit this on Wikidata
નૈનિતાલ Edit this on Wikidata
મૃત્યુ૧૯ એપ્રિલ ૧૯૫૫ Edit this on Wikidata
વ્યવસાયMilitary personnel Edit this on Wikidata
વેબસાઇટhttp://www.respectance.com/JIM_CORBETT Edit this on Wikidata

એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ (૧૮૭૫ - ૧૯૫૫ આયુ: ૭૯ વર્ષ, ૯ મહીના અને ૧૩ દિવસ) એ એક બ્રીટીશ મૂળના ભારતીય હતા. તેમનો જન્મ: ૨૫ જુલાઇ ૧૮૭૫ના દીવસે ભારતનાં નૈનિતાલમાં થયો હતો અને તેમનું અવસાન ૧૯ એપ્રિલ ૧૯૫૫ના રોજ, કેન્યાનાં ન્યેરી ખાતે થયું. વ્યવસાયે તેઓ એક શિકારી, ટ્રેકર તથા પ્રકૃતિ-સંરક્ષણવિદ્ હતા. તેઓ કેટલાય આદમખોર વાઘ અને દીપડાના શિકાર માટે ખૂબ જાણીતા છે. એમની સ્મૃતિમાં હિમાલયના કુમાઉ વિસ્તારમાં આવેલા સુરક્ષિત વનવિસ્તારને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.

જીવન વૃતાંત

[ફેરફાર કરો]

શરૂવાતનું જીવન[]

[ફેરફાર કરો]

જીમ કોર્બેટનો જન્મ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા કુમાઉ વિસ્તારના નૈનિતાલમાં ૧૩ બાળકો ધરાવતા એક વિશાળ અંગ્રેજ કુટુંબમાં ૮માં બાળક તરીકે થયો હતો. વિલીયમ ક્રિસ્ટોફર અને મેરી જેન કોર્બેટ, જીમના માતા-પિતા હતા. ૧૮૬૨ની સાલમાં વિલીયમ ક્રિસ્ટોફરને નૈનિતાલના પોસ્ટમાસ્ટર તરીકે નોકરી માળવાને કારણે નૈનિતાલ વસવા માટે આવ્યા હતા. શિયાળા દરમ્યાન એ લોકોનું સમગ્ર કુટુંબ પહાડની તળેટીમાં છોટી હલ્દવાની નામના વિસ્તારમાં આવેલા તેમના પોતાના અરૂંડેલ નામના મકાનમાં રહેવા આવતું. આ વિસ્તાર પછીથી કાલાડુંગી[] નામે ઓળખાય છે. જીમ કોર્બેટની ઉંમર ૪ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થતા, વિલીયમ ક્રિસ્ટોફર કોર્બેટના સૌથી મોટા પુત્ર ટોમને એ પદ મળ્યું. છેલ્લે એ લોકો રહેતા હતા તે ઘરને જનતાને જોવા માટે સંગ્રહાલય તરીકે સાચવી રાખવામાં આવ્યું છે.

નાનપણથી જ જીમ કાલાડુંગીના તેમના ઘરની આસપાસ આવેલા વન અને વન્યપ્રાણીઓ તરફ આકર્ષાયેલા રહેતા. ખૂબ જ નાની વયે તેઓ પોતાની આ રખડપટ્ટીના પરીણામે થયેલા જાત-અનુભવો પરથી મોટાભાગના પ્રાણી અને પક્ષીઓને ફક્ત અવાજ સાંભળીને ઓળખી શકતા હતા અને આથી જ, સમય જતા તેઓ એક સારા ટ્રેકર તથા શિકારી બની શક્યા તેમ તેમણે પોતે નોંધેલું છે. એમણે ઓક ઓપનીંગ નામની શાળામાં શીક્ષણ લીધું અને પછી ફીલાંદર સ્મીથ કોલેજમાં જોડાયા (જે પછીથી હલેટ્ટ વોર શાળા અને હવે બીરલા વિધ્યામંદિર, નૈનિતાલ તરીકે ઓળખાય છે). તેઓ ૧૯ વર્ષના થતાની સાથે અભ્યાસ છોડીને બંગાળ અને ઉત્તર-પશ્ચિમ રેલ્વેમાં પંજાબમાં આવેલ માનકપુરમાં ઇંધણ ઇંસ્પેક્ટર તરીકે જોડાઇ ગયા. તે પછી તેઓએ ગંગા નદી પર હાલના બિહાર વિસ્તારમાં આવેલા મોકમેહ ઘાટીના વિસ્તારમાં પરીવહનના ઠેકેદાર તરીકે કાર્ય કર્યુ[].

કારકિર્દી

[ફેરફાર કરો]

આદમખોર વાઘ-દિપડાના શીકારી[]

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૦૭ થી લઇને ૧૯૩૮ સુધીના સમયગાળા દરમ્યાન જીમ કોર્બેટે ૩૩ આદમખોરનો પીછો કરીને ઠાર માર્યા હતા. જો કે એમાથી ફક્ત એક ડઝન જેટલા જ પ્રસંગોનું સારૂ દસ્તાવેજીકરણ થયેલું છે. એવો દાવો કરવામાં આવતો હતો કે માર્જારકુળના આ મોટા સભ્યોએ સ્રીઓ, પુરૂષો અને બાળકો એમ બધા મળીને લગભગ ૧૨૦૦ જેટલા મનુષ્યોને પોતાનો કોળીયો બનાવ્યા હતા.

જીમે જેને સૌ પ્રથમ ઠાર માર્યો તે ચંપાવતના વાઘ એકલાના નામે જ ૪૩૬ મનુષ્ય-વધ એ વખતના સરકારી ચોપડે નોંધાયેલા છે. મોટા ભાગે વાઘનો શીકાર કરવા જાણીતા બનેલા જીમ કોર્બેટના ફાળે ઓછામાં ઓછા બે આદમખોર દિપડાઓના શીકાર નોંધાયેલા છે જેમાનો પહેલો છે ઇ.સ. ૧૯૧૦માં ઠાર મારેલ પનારનો દિપડો અને બીજો છે ઇ.સ. ૧૯૨૬માં જાણીતો થયેલો રુદ્રપ્રયાગનો માણસખાઉ દિપડો કે જે હિંદુ તિર્થસ્થાનો બદ્રીનાથ અને કેદારનાથના યાત્રાળુઓને સતત આઠ વર્ષ સુધી ભયભીત કરી રહ્યો હતો એટલું જ નહી પણ ૧૨૬ કરતા વધુ માણસોના મૃત્યુ માટે કારણભૂત હતો.

લગભગ બધા જ ખતરનાક શિકાર દરમ્યાન જીમ એકલા જ અને તે પણ પગપાળા રહેવાનું પસંદ કરતા હતા. એેમણે મેન-ઇટર્સ ઓફ કુમાઉમાં લખ્યા પ્રમાણે ક્યારેક રોબીન નામના એક પોતાના પાળેલા કૂતરાને સાથે રાખતા. વખતોવખત, જીમે પોતાના જાનનું જોખમ ખેડીને પણ લોકોની જીંદગીનું રક્ષણ કરેલું છે. આથી જ એમણે જ્યાં જ્યાં પણ કામ કર્યુ છે ત્યાં ત્યાં તેમને ખૂબ જ આદર-સત્કાર મળતા હતા [].

શિકારથી સંરક્ષણ તરફ[]

[ફેરફાર કરો]

જીમ કોર્બેટે પોતાનો પ્રથમ કેમેરા ઇ.સ. ૧૯૨૦ વર્ષના છેલ્લા ભાગના સમય દરમ્યાન, પોતાના એક મિત્ર ફેડરીક વોલ્ટર પીટરની પ્રેરણાથી ખરીદ્યો હતો અને એ પછી એમણે વાઘની તસ્વીરો લેવાનું ચાલુ કરેલું. વન્ય પ્રાણીઓના ખૂબ જ શરમાળ સ્વભાવને કારણે, એમને વન અને તેમાં વસતા જીવો વિષે ઊંડો આભ્યાસ હોવા છતા, સારી તસ્વીરો લેવાનું કાર્ય બહુ મહેનત માંગી લેતું હતું.

સમય જતા કોર્બેટ વાઘના વસવાટ અને ભવિષ્યની બાબત ખૂબ જ ચિંતિત થવા લાગ્યા. આથી તેઓ શાળાના બાળકોના સમુહને પ્રાકૃતિક વારસા તથા તેની સાચવણી કરવાનું શીક્ષણ આપવા માટેના વ્યાખ્યાનો યોજવા લાગ્યા. એમણે "એસોશીએશન ફોર ધી પ્રિઝર્વેશન ઓફ ગેમ્સ" અને "ઓલ ઇન્ડીયા કોન્ફરન્સ ફોર ધી પ્રિઝર્વેશન ઓફ વાઇલ્ડલાઇફ" નામનાં સંગઠનને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કરી દીધુ.

ચેમ્પીઅનની સાથે રહીને તેમણે કુમાઊ પર્વતમાળામાં "હેઇલી નેશનલ પાર્ક"ના નામના ભારતના સર્વ પ્રથમ રાષ્ટ્રીય ઊદ્યાનની સ્થાપના કરવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ રાષ્ટ્રીય ઊદ્યાનનું નામ ઇ.સ. ૧૯૫૭થી જીમ કોર્બેટની સ્મૃતિમાં "જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઊદ્યાન" કરવામાં આવ્યું.

જીમ કોર્બેટનો રૂદ્રપ્રયાગના દિપડા ને ૧૯૨૬માં ઠાર કર્યા પછીનો ફોટો
જીમ કોર્બેટનો પોવલગઢનો યુવાન યોદ્ધો નામે વિખ્યાત થયેલ વાઘને ઠાર કર્યા પછીનો ફોટો

અંતિમ સમય[]

[ફેરફાર કરો]

૧૯૪૭ પછીના ગાળામાં જીમ અને તેમની બ્હેન મેગ્ગી કેન્યાનાં ન્યેરી વિસ્તારમાં નિવૃત જીવન ગાળવા સ્થાયી થયા જ્યાં તેમણે લેખનકાર્ય અને માર્જારકુળનાં જંગલી પ્રાણીઓની સતત ઘટતી વસ્તી વિશે સમાજને ચેતવણી આપવાનું કામ ચાલુ રાખ્યું. જ્યારે રાજકુમારી એલીઝાબેથ પાંચમી અને છઠ્ઠી ઓકટોબર ૧૯૫૨ના દિવસે એમના પિતાજી રાજા જ્યોર્જ પંચમ સાથે ટ્રી ટોપ્સનામની એક વિશાળ અંજીર કુળનાવૃક્ષની એક ડાળ પર બનાવેલી ઝુપડીમાં રોકાયા ત્યારે જીમ કોર્બેટ એમની સાથે જ હતા. એ સમયે જીમે હોટેલના રજીસ્ટરમાં નોધ્યા પ્રમાણે માણસજાતના ઇતિહાસમાં પ્રથમ વખત, એક યુવાન છોકરી, એક દિવસની રાજકુમારી, જાડ પર ચડવાના અને રહેવાના પોતાના જાત-અનુભવને જીંદગીના સૌથી રોમાંચક અનુભવ તરીકે વર્ણવ્યા પછી બીજા દિવસે નીચે ઊતર્યા પછી રાણી બની રહી છે. ઇશ્વરના આશીર્વાદ તેની સાથે રહેજો[].

જીમ કોર્બેટનું અવસાન એમના છઠ્ઠા પુસ્તક-ટ્રી ટોપ્સ-ના લેખનની સમાપ્તિના પછી થોડા દિવસોમાં હૃદયરોગના હુમલાને લીધે થયું. તેમને ન્યેરીના સેંટ પીટરના એંગ્લીકન ચર્ચમાં દફનાવવામાં આવ્યા. એમના મૃત્યુ પછી એમની યાદગીરી સાચવી રાખવામાં આવી છે જેમાંનું એક છે મોતી હાઊસ નામનું એક સભાસ્થળ (જે એમણે એમના મિત્ર મોતિસિંહની માટે બનાવેલ હતું) અને બીજી છે એક લાંબી દિવાલ (લગભગ ૭ કિલોમીટર અને ૨૦૦ મીટર લાંબી) જે ગામની ચોતરફ બાંધવામાં આવી હતી જે જંગલી પશુથી થતા ભેલાણથી ગામને બચાવવા માટે બાંધવામાં આવી હતી. ૧૯૯૪ અને ૨૦૦૨ માં લાંબા સમયથી દુર્લક્ષ પામેલી જીમ અને એની બ્હેનની કેન્યા મુકામે આવેલ કબરોનું જીમ કોર્બેટ ફાઊંડેશન નામની સંસ્થાના સ્થાપક અને દિગદર્શક જેરી એ. જલીલ[] નામના માણસે પુનઃ સ્થાપન અને નવીનીકરણ કરાવ્યુ છે.

અન્ય જાણકારી

[ફેરફાર કરો]

હોલિવુડ ચલચિત્ર

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૪૮માં જીમના મેન-ઇટર્સ ઓફ કુમાઊ નામના પુસ્તકની સફળતાને પગલે મેન-ઇટર્સ ઓફ કુમાઊ[] નામના એક હોલિવુડ ચલચિત્રનું નિર્માણ થયેલ જેના દિગદર્શક તરીકે બાયરોન હાસ્કિન અને અભીનેતા તરીકે સબુ, વેંડેલ્લ સોરેય અને જોએ પેજ હતા. જોકે ચલચિત્ર જીમની કોઇ વાર્તા પર આધારીત હોવાને બદલે એક નવસર્જીત વાર્તા પર આધારીત હતું. વાઘ વિષેના કેટલાક રસપ્રદ દૃશ્યો કંડારેલા હોવા છતા આ ચલચિત્ર નાણાકીય દૃષ્ટિએ નિષ્ફળ રહેલું. જીમ કોર્બેટે આ ચલચિત્રમાં વાઘ જ સૌથી ઊત્તમ અભિનેતા હતો એમ કહ્યું હોવાનું જણાવાય છે.

અન્ય પરચૂરણ માહિતિ

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૮૬માં બીબીસી દ્વારા ઊત્પાદીત આધારભુત-નાટક મેન-ઇટર્સ ઓફ કુમાઊ[] માં ફેડરીક ટ્રેવ્સ જીમ કોર્બેટના રોલમાં હતા. ઇ.સ. ૨૦૦૨માં એક આઇમેક્ષ મુવી "ઇંડીયા-કિંગડમ ઓફ ટાઇગર્સ" દ્વારા કોર્બેટના પુસ્તકો પર આધારીત અને કોર્બેટના પાત્રમાં ક્રીસ્ટોફર હેયેરડાલ દ્વારા અભિનીત કીંગડમ ઓફ ટાઇગર નામના ચલચિત્ર બનાવવામાં આવેલું. ઇ.સ. ૨૦૦૫માં કોર્બેટના પાત્રમાં જેસન ફ્લેમીંગ હોય તેવુ એક ટીવી માટેનું ચલચિત્ર પણ બનાવવામાં આવેલું.

લેખનકાર્ય અને પુસ્તકો

[ફેરફાર કરો]
  • જંગલ સ્ટોરીઝ - ખાનગી રાહે ૧૯૩૫માં પ્રકાશિત થયુ હતું (ફક્ત ૧૦૦ નકલો) - વિષય: ગ્રામ્ય વન્ય-જીવન: એક આકર્ષણ, પીપળ પાણી વાઘ, મારી સ્વપ્ન-મસ્ત્ય, લુટાયેલું સ્વર્ગ, પુર્ણા છોકરી અને તેનો અજાયબ પ્રકાશ, ચૌગઢ વાઘ
  • મેન-ઇટર્સ ઓફ કુમાઊ. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૪૪
  • ધી મેન-ઇટીંગ લેપર્ડ ઓફ રૂદ્રપ્રયાગ. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૪૭
  • માય ઇંડીયા. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૫૨
  • જંગલ લોર ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૫૩
  • ધી ટેમ્પલ ટાઇગર એન્ડ મોર મેન-ઇટર્સ ઓફ કુમાઊ. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૫૪
  • ટ્રી-ટોપ્સ. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, મુંબઇ ૧૯૫૫ (૩૦ પાનાની ટૂંકી નવલીકા)
  • જીમ-કોર્બેટ્સ ઇંડીયા - આર. ઇ. હોકિંસના પરિચ્છેદો. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, ૧૯૭૮.
  • મારૂ કુમાઊ - અસંકલિત લેખન. ઓક્ષફર્ડ યુનિવર્સીટી પ્રેસ, ૨૦૧૨.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ જીમ કોર્બેટ વિષેના એમના પોતાના અને બીજા લેખકો ના પુસ્તકો
  2. નૈનિતાલ જીલ્લો The Imperial Gazetteer of India 1909, v. 18, p. 324.
  3. કલ, ડી. સી. (૧૯૭૯). જીમ કોર્બેટ ઓફ કુમાઊ. નવી દિલ્લી: અંકુર પબ્લીશીંગ હાઊસ. પૃષ્ઠ 176. મેળવેલ 21-September-2013. Check date values in: |access-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. રંગરાજન, એમ (૨૦૦૬). India's Wildlife History: an Introduction. નવી દિલ્હી: Permanent Black and Ranthambore Foundation. ISBN 81-7824-140-4. મેળવેલ ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. જલીલ, જેરી.એ. (૨૦૦૯) The Jim Corbett Foundation, Canada[હંમેશ માટે મૃત કડી]
  6. "ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ". Shaff Productions. મેળવેલ 20 September 2013.
  7. "ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ". બી.બી.સી. મેળવેલ 20 September 2013.