જેટ વિમાન
જેટ વિમાન જેટ એંન્જિન વડે ચાલતું એક પ્રકારનું વાયુયાન છે. જેટ વિમાન પ્રોપેલર (પંખા) ચાલિત વિમાનો કરતાં વધુ તેજ ગતિથી અને વધારે ઊઁચાઈ સુધી ઉડી શકે છે. જેટ વિમાનની આ ક્ષમતાઓના કારણે આધુનિક યુગમાં એનો ખુબ જ પ્રચાર પ્રસાર થયો. સૈન્યમાં વપરાતાં વિમાનો મુખ્યત્વે જેટ વિમાનો જ હોય છે, કારણ કે આ પ્રકારના વિમાન તીવ્ર ગતિથી ઉડવાની તેમ જ તીવ્ર કોણ પર વળીને શત્રુ પર આક્રમણ કરવાની ક્ષમતા હોય છે. આ પ્રકારના વિમાનના એન્જિનની કાર્યક્ષમતા પ્રોપેલર એંન્જિન કરતાં વધુ સારી હોય છે. આ કારણસર જેટ વિમાનને લાંબા અંતર સુધી ઉડાન ભરવાને માટે ઉપયુક્ત માનવામાં આવ્યું છે અને વર્તમાન સમયમાં આ વિમાન યાત્રીઓ તેમ જ માલ-સામાનને લાંબા અંતર સુધી લઇ જવા માટેનું સર્વોત્તમ સાધન માનવામાં આવે છે.
જેટ વિમાનના એક કક્ષમાં ઈંધણ રાખવામાં આવે છે. જ્યારે વિમાન ચાલવાનો પ્રારંભ કરે છે, ત્યારે વિમાનના છેડા પર બનેલા છિદ્રમાંથી બહારની હવા એંન્જિનમાં પ્રવેશ કરે છે. આ હવામાંના ઓક્સીજન સાથે મળીને ઈઁધણનું ભારે દબાણમાં દહન થાય છે. દહન થવાને કારણે ઉત્પન્ન થતા વાયુનું દબાણ ખુબ જ અધિક હોય છે. આ વાયુ ભેગો થઇને પાછળની તરફ આવેલા જેટમાંથી તીવ્ર વેગથી બાહર નિકળે છે. જો કે વાયુનું દ્રવ્યમાન બહુ ઓછું હોય છે પરંતુ તીવ્ર વેગના કારણે સંવેગ અને પ્રતિક્રિયા બળ ખુબ જ અધિક હોય છે.[૧] આ કારણે જેટ વિમાન આગળની તરફ તીવ્ર વેગથી ગતિમાન હોય છે. જેટ વિમાનમાં હવા બહારના વાતાવરણમાંથી લેવામાં આવતી હોય છે, આ કારણસર શૂન્યવકાશવાળી જગ્યાઓ પર જેટ વિમાન ઉડી શકતું નથી.
ચિત્ર દર્શન
[ફેરફાર કરો]-
હેંકેલ હે ૧૭૮, વિશ્વનું પહેલું ટર્બો જેટ વાયુ યાન
-
SR-71 બ્લેકબર્ડ, વિશ્વનું સૌથી તેજ ગતિથી ઉડતું લડાકૂ જેટ વાયુ યાન
-
ભારતીય વાયુસેનાનું લડાકૂ જેટ વિમાન, સુખોઈ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ગુપ્ત, તારકનાથ (નવંબર ૨૦૦૪). ભૌતિકી એવં રસાયન શાસ્ત્ર. કોલકાતા: ભારતી પુસ્તક મન્દિર,. પૃષ્ઠ 63. Unknown parameter
|accessday=
ignored (મદદ); Unknown parameter|accessyear=
ignored (|access-date=
suggested) (મદદ); Unknown parameter|accessmonth=
ignored (|access-date=
suggested) (મદદ); Check date values in:|year=
(મદદ)CS1 maint: extra punctuation (link)