નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુ આ તારીખે થશે લોન્ચ, જાણો એક્સટીરિયર અને ઇન્ટીરિયરથી લઇને મોટા અપડેટ

Next gen Hyundai Venue launch Date: હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વેન્યુનું નવું જનરેશન મોડલ ભારતમાં 4 નવેમ્બર 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરશે. આ મોડલ સંપૂર્ણ રીતે એક્સટીરિયર અને ઇન્ટીરિયર અપડેટ સાથે આવશે

Next gen Hyundai Venue launch Date: હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વેન્યુનું નવું જનરેશન મોડલ ભારતમાં 4 નવેમ્બર 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરશે. આ મોડલ સંપૂર્ણ રીતે એક્સટીરિયર અને ઇન્ટીરિયર અપડેટ સાથે આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Next gen Hyundai Venue launch date

Next gen Hyundai Venue launch Date: હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વેન્યુનું નવું જનરેશન મોડલ ભારતમાં 4 નવેમ્બર 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરશે

Next gen Hyundai Venue launch Date: હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વેન્યુનું નવું જનરેશન મોડલ ભારતમાં 4 નવેમ્બર 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરશે. જેને આંતરિક રીતે QU2i કોડ નામ તરીકે ઓળખવામાં આવે છે. આ મોડલ સંપૂર્ણ રીતે એક્સટીરિયર અને ઇન્ટીરિયર અપડેટ સાથે આવશે પરંતુ મિકેનિકલ પાર્ટમાં વર્તમાન એન્જિન સેટઅપને જ રાખવામાં આવશે. Venue નું આ પ્રથમ જનરેશન અપડેટ છે, કારણ કે તેને પ્રથમ વખત મે 2019 માં લોન્ચ કરવામાં આવી હતી.

Advertisment

નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુમાં શું નવું જોવા મળશે?

સ્પાઇ શોટ્સમાં ખુલાસો થયો છે કે નવી Venue પોતાની વર્તમાન બોક્સી અને અપરાઇટ પ્રોફાઇલ જાળવી રાખશે પરંતુ ડિઝાઇનમાં ક્રેટા જેવો મોર્ડન ટચ જોવા મળશે. હેડલેમ્પ્સમાં સ્પ્લિટ ડિઝાઇન અને વર્ટિકલ એલઇડી ડીઆરએલ હશે જ્યારે ગ્રીલ હવે મોટી અને રેક્ટેંગલર ડિઝાઇન વાળી હશે.

સાઇડ પ્રોફાઇલમાં થિકર બોડી ક્લેડિંગ, નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ, શાર્પ વિંગ મિરર અને ફરીથી ડિઝાઇન કરાયેલ ગ્લાસ હાઉસ શામેલ હશે. કનેક્ટેડ એલઇડી ટેલ-લેમ્પ ડિઝાઇન પાછળના ભાગમાં જોવા મળશે.

નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુ ઇન્ટિરિયરમાં પણ મોટા ફેરફારો

નવી Venue નું ઇન્ટીરિયર પણ પુરી રીતે નવું હશે. જેમાં ટ્વિન-સ્ક્રીન ડેશબોર્ડ, નવા સ્વિચગિયર અને સ્ટીયરિંગ વ્હીલ મળશે. આ ઉપરાંત 360-ડિગ્રી કેમેરા સેટઅપ અને અપગ્રેડેડ લેવલ 2 ADAS જેવી નવી ટેકનિક સુવિધાઓ પણ આપી શકાય છે.

Advertisment

આ પણ વાંચો - iPhone 16 ખરીદવો છે? કયા પ્લેટફોર્મ પર મળી રહી છે સૌથી સસ્તી ડિલ, જાણો

નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુ એન્જિન અને ટ્રાન્સમિશન

મેકેનિકલ રુપે નવી Venue માં હાલના ત્રણ એન્જિન વિકલ્પોને જાળવી રાખવામાં આવશે.

  • 1.0-લિટર ટર્બો-પેટ્રોલ - 120hp, 6-સ્પીડ એમટી અથવા 7-સ્પીડ DCT
  • 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ - 83hp, 5 સ્પીડ MT
  • 1.5 લિટર ડીઝલ – 100hp, 6 સ્પીડ MT

નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ વેન્યુ માર્કેટ અને કોમ્પિટિશન

હ્યુન્ડાઇ વેન્યુ એક લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી છે અને હાલમાં દર મહિને સરેરાશ 7,000-8,000 યુનિટ્સનું વેચાણ કરે છે. નવી વેન્યુ લોન્ચ થયા પછી Tata Nexon, Maruti Brezza, Kia Sonet, Mahindra XUV 3XO અને અન્ય કોમ્પેક્ટ એસયુવી સાથે સીધી સ્પર્ધા કરશે.

Auto news ટેકનોલોજી બિઝનેસ