પાલિ ભાષા
પાલિ ભાષા એ પ્રાચીન ભારતની એક પ્રસિદ્ધ ભાષા હતી. આ ભાષા હિન્દ-યૂરોપીય ભાષા-પરિવારમાંની એક બોલી અથવા પ્રાકૃત ભાષા ગણાય છે. પાલી ભાષાને બૌદ્ધ ધર્મના મહત્વના પ્રાચીન ગ્રંથ ત્રિપિટકની ભાષાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પાલી ભાષાને બ્રાહ્મી પરિવારની લિપિઓમાં લખવામાં આવતી હતી. હાલમા પાલિ ભાષાને મુખ્યત્વે દેવનાગરી લિપિમા લખવામાં આવે છે.
'પાલિ' શબ્દનો નિરુક્ત
[ફેરફાર કરો]પાલિ શબ્દની વ્યુત્પત્તિના સંબંધમાં વિદ્વાનોના ઓછા મત મળી આવે છે. કોઇકે આ ભાષાને પાઠ શબ્દમાંથી તથા કોઇકે આ ભાષાને પાયડ (પ્રાકૃત)માંથી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. એક જર્મન વિદ્વાન મૈક્સ વૈલેસરે પાલિ ભાષાને પાટલિનું સંક્ષિપ્ત રૂપ બતાવી એવો મત વ્યક્ત કર્યો છે કે એનો અર્થ પાટલિપુત્રની પ્રાચીન ભાષા એવો છે. આ વ્યુત્પત્તિઓની અપેક્ષા જે બે મતો તરફ અન્ય બીજા વિદ્વાનોનો અધિક ઝુકાવ રહેલો જોવા મળે છે, જેમાંથી એક તો છે પંડીત વિધુશેખર ભટ્ટાચાર્યનો મત, જેના અનુસાર પાલિ પંક્તિ શબ્દમાંથી વ્યુત્પન્ન થયેલો છે. આ મતનું પ્રબળ સમર્થન એક પ્રાચીન પાલિ કોશ અભિધાનપ્પદીપિકા (૧૨મી શતાબ્દી ઈ.)માંથી સાંપડે છે, કેમ કે તેમાં તંતિ (તંત્ર), બુદ્ધવચન, પંતિ (પંક્તિ) ઔર પાલિ આ શબ્દોમાં પણ સ્પષ્ટપણે પાલિનો અર્થ પંક્તિ એવો થાય છે. પૂર્વોક્ત બે અર્થોમાં પાલિ ભાષાના જે પ્રયોગ જોવા મળે છે, એની પણ આ અર્થ સાથે સાર્થકતા સિદ્ધ થઇ જાય છે. બુદ્ધવચનોની પંક્તિ અથવા પાઠની પંક્તિનો અર્થ બુદ્ધઘોષના પ્રયોગોમાં બેસી જાય છે. તથાપિ ધ્વનિવિજ્ઞાનના અનુસાર પંક્તિ શબ્દ સાથે પાલિ શબ્દની વ્યુત્પત્તિ નહીં બેસાડી શકાય. એની અપેક્ષામાં પંક્તિના અર્થમાં પ્રચલિત દેશી શબ્દ પાલિ, પાઠ્ઠ, પાડૂ સાથે જ આ શબ્દનો સબંધ જોડવાનું અધિક ઉપયુક્ત પ્રતીત થાય છે. પાલિ શબ્દ પાછળથી સંસ્કૃત ભાષામાં પણ પ્રચલિત થયેલો પાયા જોવા મળે છે. અભિધાનપ્પદીપિકામાં જે પાલિ શબ્દની વ્યુત્પત્તિ "પાલેતિ રક્ખતીતિ પાલિ", એ પ્રકારે બતાવવામાં આવી છે એના પરથી પણ આ મતનું સમર્થન થતું જોવા મળે છે. કિંતુ "પાલિ મહાવ્યાકરણના કર્તા ભિક્ષુ જગદીશ કશ્યપએ પાલિ ભાષાને પંક્તિના અર્થમાં લેવાના વિષયમાં કેટલાક વાંધાઓ ઉઠાવ્યા છે અને એને મૂળ ત્રિપિટક ગ્રંથોમાં અનેક સ્થાનો પર પ્રયુક્ત કરવામાં આવેલા પરીયાય (પર્યાય) શબ્દમાંથી વ્યુત્પન્ન થયેલો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સમ્રાટ્ અશોક દ્વારા લખાયેલા ભાબ્રૂ શિલાલેખમાં ત્રિપિટકના ધમ્મપરિયાય શબ્દ સ્થાન પર માગધી પ્રવૃત્તિઓ અનુસાર ધમ્મ પલિયાય શબ્દનો પ્રયોગ મળી આવે છે, જેનો અર્થ બુદ્ધનો ઉપદેશ અથવા બુદ્ધનાં વચનો એવો થાય છે. કશ્યપજીની માન્યતા અનુસાર આ પલિયાય શરણ શબ્દમાંથી પાલિ શબ્દની વ્યુત્પત્તિ થઈ હતી.
મૂળ ત્રિપિટકમાં ભાષાનું ક્યાંય પણ કોઈ નામ નથી જોવા મળતું. કિંતુ બુદ્ધઘોષ આદિ આચાર્યોએ બુદ્ધના ઉપદેશોની ભાષાને માગધી કહી છે. વિસુદ્ધિમગ્ગ તેમ જ મહાવંસમાં આ માગધી ભાષાને બધાં પ્રાણીઓની મૂળભાષા કહેવામાં આવી છે. એના સ્થાન પર પાલિ શબ્દનો પ્રયોગ પ્રાય: ૧૪મી શતાબ્દી ઈ.થી પૂર્વેના સમયમાં નથી જોવા મળતો. પણ હા, બુદ્ધઘોષે પોતાની અટ્ઠકથાઓમાં પાલિ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ એ ભાષાના અર્થમાં નહીં પણ, બુદ્ધવચન અથવા મૂળત્રિપિટકના પાઠના અર્થમાં કર્યો છે અને તે પણ પ્રાય: આ પાઠને અટ્ઠકથા કરતાં ભિન્ન દેખાડવાના હેતુ માટે. આ પ્રકારે ક્યાંક એમણે કહ્યું છે કે એમની પાલિ આ પ્રકારે છે, કિંતુ અટ્ઠકથામાં ઐવું છે, અથવા આ વાત ન તો પાલિમાં છે કે ન તો અટ્ઠકથામાં આવી છે. બુદ્ધઘોષના સમયથી કેટલાક સમય પૂર્વે લખાયેલા દોષવંશ ઢાંચો:ટંકણગત અશુદ્ધિમાં તથા એના પશ્ચાત્કાલીન મહાવંસ આદિ રચનાઓમાં પણ પાલિ શબ્દનો આ બે અર્થોમાં પ્રયોગ કરેલો હોય એવું જોવા મળે છે. આ અર્થપ્રયોગ વડે ક્રમશ: પાલિ શબ્દનો ઉપયોગ એ સાહિત્ય તથા એની ભાષાના માટે પણ કરવામાં આવ્યો હતો.
પાલિ ભાષાની વિશેષતાઓ
[ફેરફાર કરો]ભાષાની દૃષ્ટિએ જોતાં પાલિ મધ્યયુગીન ભારતીય ભાષાનું એક રૂપ છે જેનો વિકાસ લગભગ ઈ.પૂ. છઠી શતાબ્દીના સમયમાં થયો એવું માનવામાં આવે છે. એ સમય પૂર્વેની આદિયુગીન ભારતીય આર્યભાષાનું સ્વરૂપ વેદો તથા બ્રાહ્મણો, ઉપનિષદો તેમ જ રામાયણ, મહાભારત આદિ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, જેને વૈદિક તેમ જ સંસ્કૃત ભાષા કહે છે. આ પ્રાચીન ભાષાઓની અપેક્ષામાં મધ્યકાલીન ભાષાઓનો ભેદ મુખ્યત્વે નીચે દર્શાવેલ બાબતોમાં જોવા મળે છે : (૧) ધ્વનિમાં ઋ, લ્, ઐ, અને આ સ્વરોનો અભાવ, એ અને ઓના હ્રસ્વ ધ્વનિનો વિકાસ તથા શ્, ષ્, સ્ એ ત્રણે ય ઊષ્મોના સ્થાન પર કોઇ એકમાત્રાનો તથા સામાન્યત: સનો પ્રયોગ, વિસર્ગનો સર્વથા અભાવ તથા અસવર્ણસંયુક્ત વ્યંજનોને અસંયુક્ત બનાવવાનો અથવા સવર્ણ સંયોગમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિ. (૨) વ્યાકરણની અપેક્ષામાં સંજ્ઞા તેમ જ ક્રિયાના રૂપોમાં દ્વિવચનનો અભાવ તથા પુલ્લિંગ અને નપુંસક લિંગમાં અભેદ તથા વ્યત્યય; કારકો અને ક્રિયારૂપોમાં સંકોચ, હલંત રૂપોનો અભાવ; કિયાઓમાં પરસ્મૈપદ, આત્મનેપદ તથા ભવાદિ, અદાદિ ગણોના ભેદનો લોપ.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Pāli at Ethnologue
- Encyclopaedic Dictionary of Pali Literature (Google book By B Barauh)
શબ્દકોશ :
- પાલિ --> અંગ્રેજી શબ્દકોશ
- Free/Public-Domain પાલિ બૌદ્ધ શબ્દકોશ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન (PDF સ્વરૂપમાં)
- Pali.dk સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૪ ના રોજ વેબેક મશિન - A newly started project aimed at creating free online Pāli dictionaries and educational resources.
ગ્રંથ :
- પાલિ ટેક્સ્ટ સોસાયટી
- તિપિટક - Free searchable online database of Pali literature, including the whole Canon
- Complete Pāli Canon સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન in romanized Pali and Sinhala, mostly also in English translation
- Comprehensive list of Pāli texts on Wikisource
- જૈન ગ્રંથ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૧ ના રોજ વેબેક મશિન - જેમાં અમુક માહિતી પાલિ ભાષામાં ઉપલબ્ધ છે.
પાલિ અધ્યયન :
- પાલિ ભાષા શીખવા માટેની માર્ગદર્શિકા સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન
- પુસ્તક : તમારી જાતે પાલિ ભાષા શીખો સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન (by Narada Thera)
- પાલિ ભાષાના વ્યાકરણ માટેનું એક સંદર્ભ પુસ્તક સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન (by G Duroiselle)
- "Pali Primer" સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન by Lily De Silva (UTF-8 encoded)
- Free/Public-Domain Elementary Pāli Course--PDF format
- Free/Public-Domain Pāli Course--html format સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
- Free/Public-Domain Pāli Grammar (in PDF file)
- A Course in the Pali Language audio lectures by Bhikkhu Bodhi based on Gair & Karunatilleke (1998).
ચર્ચા સમૂહ :
- Pāli Discussion Forum સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
- Yahoo discussion group on Pāli સંગ્રહિત ૨૦૦૭-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન
- E-Sangha Pāli Discussion Forum: for experts and students સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
- Geocities discussion group on Pāli (homepage)
પાલિ સોફ્ટવેર અને ઉપકરણ :